મોરબી : અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ અન્વયે રાજકોટ જિલ્લાનાં નાગરિકો માટે જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ દ્વારા હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એર ઇન્ડિયા પેસેન્જર હોટલાઇન નંબર ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪ તથા અમદાવાદ શહેર પોલીસ નંબર ૦૭૯-૨૫૬૨૦૩૫૯ જાહેર કરવામાં આવ્યો હોવાનું જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે, તે આ મુજબ છે :6357373831/6357373841