મોરબી : ધોરણ 10 અને 12ના બોર્ડના વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે મોરબી એબીવીપી દ્વારા ખાસ હેલ્પ લાઈન શરૂ કરી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ધોરણ 10 અને 12ના બોર્ડના વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેમાં કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળથી અજાણ હોય,ઉપરાંત અન્ય કોઈ પણ માહિતી માટે કર્મદીપસિંહ ઝાલા-9662389123 તેમજ રાજદીપસિંહ જાડેજા-8238315600ના નંબર પર સંપર્ક કરવા જણાવેલ છે. બોર્ડની પરીક્ષા આવવાની હોઈ ત્યારે વિધાર્થીઓ ચિતામાં આવી જતા હોય છે.પેપરના ડરથી ભૂતકાળમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ન ભરવાના પગલાં ભર્યાં છે ત્યારે તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાનો ડર રાખ્યા વગર પેપર આપવા મોરબી નગરમંત્રી શિવાંગભાઈ નાનક (મો.9925565508) અનુરોધ કરી મોરબી જિલ્લાના ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.