ટંકારા: મોરબીના ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે આવતીકાલે તારીખ 9 એપ્રિલના રોજ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે અજાણા પરિવાર દ્વારા કરવિધિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ પ્રસંગે શ્રી ખોડીયાર મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવનાર છે. આવતીકાલ તારીખ 9 એપ્રિલ ને શનિવારના રોજ ટંકારાના નાના ખીજડીયા ગામે કોમલબેન તથા મહેશભાઈ દેવશીભાઇ અજાણાના સુપુત્ર ભોલા તથા ક્રિષ્નમ અને હિરલબેન તથા જયરાજભાઇ દેવશીભાઇ અજાણાના સુપુત્ર કેશવની કરવિધિ તથા નામકરણવિધિનો ઉત્સવ શ્રી ખોડીયાર મંદિર ખાતે ઉજવવામાં આવનાર છે. ત્યારે આ પ્રસંગે અજાણા પરિવાર દ્વારા સવારે 9 કલાકે શ્રી ખોડીયાર મંદિર પર હેલિકોપ્ટર વડે પુષ્પવર્ષા કરવામાં આવશે. ઉત્સવ બાદ આમંત્રિતો માટે ભોજન સમારંભ બપોરે 11:30 કલાકે યોજાશે.