કાર્યક્રમમાં વડીલોનું સ્નેહમિલન યોજાયું : 90 વર્ષથી ઉપરના વડીલોનું સન્માન કરાયું ટંકારા : ટંકારાના જબલપુરમાં 'આપણા ગોકુળીયા ગામના સંભારણા; કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામમાં રહેતા 60 વર્ષની ઉપરના વડીલોનું સ્નેહમિલન અને સ્નેહ વંદનાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ 90 વર્ષથી ઉપરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની સમાપ્તિ બાદ સમૂહભોજન પણ રખાયું હતું. મોરબી જિલ્લાના ટંકારાના જબલપુર ગામ ખાતે તા.૨ના રોજ આપણા ગોકુળીયા ગામના સંભારણા કાર્યક્રમનું સમસ્ત ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જબલપુર ગામના 60 વર્ષથી ઉપરના વડીલોનું સ્નેહમિલન અને સ્નેહવંદનાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડીલોએ તેમનાં ભૂતકાળની કુટુંબ જીવન અને કુટુંબ વ્યવસ્થાની યાદોને તાજી કરી હતી.કુટુંબ અને સમાજમાં વડીલોનું કર્તવ્ય,જીવનનો ઉર્તરાધ લોકસેવામાં લગાવવા જેવા સકારાત્મક પાસાઓ વિશેની ચર્ચાઓ કરી હતી. ઉપરાંત આ કાર્યક્રમમાં 90 વર્ષથી ઉપરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતમાં લોકોએ સાથે સમુહભોજન લીધું હતું.સમરસ ચૂંટણીઓ માટે જે રીતે મહેનત અને સમજાવટ થાય છે એમ આવા કાર્યક્રમો માટે દરેક ગામ જહેમત ઉઠાવે તો ખરેખર આપણી ગ્રામીણ જીવનશૈલી દ્વારા આપણે સંપ,એકતા અને કુટુંબ પ્રણાલીનું ભૂતકાળનું ગૌરવ ફરી પ્રાપ્ત કરી શકે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..