મોરબી : મોરબી શહેરને ગઈકાલે મેઘરાજાએ બાનમાં લઈને ધમરોળી નાખ્યો હતો અને સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે મોરબીના પંચાસર રોડ આવેલ ગીતા ઓઇલ મિલ પાસે ગઈકાલે પડેલા ભારે વરસાદમાં અંદાજે 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે.હજુ આ પાણી ઓસર્યા નથી અને પાણી ભરાવવાથી ગીતા ઓઇલ મિલમાં ભારે નુકશાની થઈ હતી.તેમજ ગીતા ઓઇલ મિલની આજુબાજુના 10 થી 15 ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.જેથી ઘરની માલ મિલ્કતને નુકશાન થયું છે.જેમાં પંચાસર રોડ ઉપરનો પાણીના નિકાલ માટેનો વોકળોમાં પાણીનો નિકાલ ન થતા આ સમસ્યા ઉદભવી હતી અને હજુ પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.તેથી તંત્ર વહેલા સર આ પાણીનો નિકાલ કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.