અંતે મેઘવીરામ થતા સાંજે લોકોની મોટી સંખ્યામાં અવર-જવર શરૂ થઈમોરબી અપડેટ : મોરબીમાં ગત રાતના 12 વાગ્યાથી લઈને આજે સાંજના 4 વાગ્યા સુધી અવિરત વરસાદ હતો. સતત વરસતા વરસાદના કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા અને વરસાદે સાંજે વિરામ લેતા હવે લોકો ઘરની બહાર નીકળ્યા છે.મચ્છુ 2 ડેમના 16 દરવાજા ખોલવામાં આવતા ડેમનું પાણી બેઠા પુલ પરથી વહી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બેઠો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. બેઠો પુલ બંધ હોવાથી વાહનવ્યવહારનો તમામ ટ્રાફિક મયુર પુલ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મયુર પુલ પર ટ્રાફિક ડાયવર્ટ થતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને, ઘણા લોકો કામ ન હોય તો પણ નદીમાં કેવું પાણી આવ્યું છે અને બંધ થયેલો બેઠો પુલ કેવો દેખાય છે તે જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે.#MorbiUpdate #MorbiNews #MorbiRain #MachhuDam #TrafficJam #Morbi #Monsoon2026