ટ્રાફિકજામની સમસ્યામાંથી છૂટકારો અપાવવા વાહનચાલકોની ઉગ્ર માંગમોરબીના રવાપર રોડ પર કામ ચાલુ હોવાથી આ રોડનો ટ્રાફિક શનાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે શનાળા રોડ પર ભારે ટ્રાફિકજામ થઈ રહ્યો છે. આ ટ્રાફિક જામ આખો દિવસ રહે છે જેના કારણે વાહન ચાલકોને સમય અને નાણાનો વ્યય થઈ રહ્યો છે. આજે તો ખુદ જિલ્લા પોલીસ વડાને પણ આ ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.શનાળા રોડ પર ટ્રાફિક ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે. ગાંધી ચોકથી રામ ચોક સુધી ટ્રાફિક જામ થાય છે. આજે તો આ ટ્રાફિકજામમાં જિલ્લા પોલીસ વડાની પણ કાર ફસાઈ હતી. જેથી કમાન્ડોએ કારમાંથી ઉતરીને ટ્રાફિક દૂર કરાવવો પડ્યો હતો. ત્યારબાદ જિલ્લા પોલીસ વડાની કાર આગળ જઈ શકી હતી. મહત્વની વાત એ છે કે આટલો ટ્રાફિકજામ થતો હોવા છતાં બપોરના સમયે ટ્રાફિક જવાનો ફરજ પર દેખાતા નથી. ગાંધી ચોક કે રામ ચોક બન્નેમાંથી એકપણ જગ્યાએ બપોરના સમયે ટ્રાફિકના જવાનો જોવા મળ્યા ન હતા.