ચોમાસામાં તંત્રએ ગાંધી ચોકથી ભવાની બેકરી તરફનો રોડ ખોદી નાખતા રસ્તો સિંગલ પટ્ટી બન્યો, વાહનચાલકો ફસાયામોરબી: મોરબીમાં રામચોકથી ગાંધીચોક તરફ જવાનો મુખ્ય રસ્તો બંધ કરવામાં આવતા રામચોકથી જુના બસ સ્ટેન્ડ તરફ જવાના રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. ગાંધી ચોકથી ભવાની બેકરી તરફ જતા જે રોડનું કામ બાકી હતું, તે કામ મહાનગરપાલિકા તંત્રએ ચોમાસા પહેલા પૂરું કરવાનું હતું. જોકે, તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના બદલે ચોમાસાની ઋતુ વચ્ચે જ અહીંયા રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે.આ ખોદકામના કારણે મુખ્ય માર્ગ સિંગલ પટ્ટી થઈ ગયો છે, જેના લીધે વાહનોની અવરજવરમાં ભારે અડચણ ઊભી થઈ છે અને રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. આ ગંભીર ટ્રાફિક જામના કારણે નોકરીયાતો, વેપારીઓ અને સામાન્ય વાહનચાલકો કલાકો સુધી ફસાઇ ગયા છે. ત્યારે આ સમસ્યા નું યોગ્ય નિરાકરણ લાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.#Morbi #TrafficJam #MorbiTraffic #MorbiMahanagarpalika #RoadWork #MonsoonProblems #MorbiNews #MorbiUpdate