અનેક કિમિ સુધી વાહનોની લાંબી કતાર લાગતા વાહન ચલાકોને હાલાકી મોરબી : મોરબી- માળીયા- હળવદ હાઈવે પર ટ્રાફીકજામ સર્જાયો છે. ભારે ટ્રાફિકજામને કારણે અમદાવાદ મોરબી તરફ જતો હાઇવે બ્લોક થઈ જતા અનેક વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સમગ્ર વિગત અનુસાર, મોરબી માળીયા હળવદ હાઈવે પર ટ્રાફીકજામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં માળીયા ચોકડી ભીમસર ચોકડી પાસે ભારે ટ્રાફિકજામ સર્જાતા અમદાવાદ મોરબી તરફ જતો હાઇવે બ્લોક થઈ ગયો છે. આ દરમ્યાન માળીયાના હરીપરથી સોખડા સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. જેમાં કચ્છ હાઈવે ઉપર 10 કીલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ ટ્રાફિકજામને કારણે મોરબીથી કચ્છ અને અમદાવાદથી કચ્છ તરફ જતા વાહન ચાલકો જામમાં અટવાયા છે. ત્યારે ક્યાં કારણોસર આ ટ્રાફીક સર્જાયો તે જાણવા મળ્યું નથી.