મોરબી : મોરબીમાં ટ્રાફિકની સમસ્યા હવે દરરોજની સમસ્યા બની ગઈ છે. વાહનચાલકોને દરરોજ ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે. ત્યારે આજે મોરબીની ત્રાજપર ચાર રસ્તા પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો ફસાયા છે. વાહન ચાલકના જણાવ્યા અનુસાર એક ટ્રક ચાલકે ટ્રક રસ્તાની વચ્ચે ટ્રક રાખી દેતા ત્રાજપર ચાર રસ્તાએ ટ્રાફિકજામ થયો છે. જોકે આ સ્થળે કોઈપણ પોલીસ જવાન કે ટ્રાફિક જવાન હાજર ન હોય ટ્રાફિક ક્લિયર પણ થઈ શકતો નથી અને આશરે એક કલાક કરતા વધુ સમયથી વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા છે.