ટ્રાફિક પોલીસની ગેરહાજરીના કારણે અવ્યવસ્થા સર્જાઈ મોરબી : હોળી નજીક આવી રહી હોય બજારમાં ટ્રાફિક દેખાઈ રહ્યું છે. તેવામાં આજે શાક માર્કેટ ચોકમાં પોલીસની ગેરહાજરીમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શાક માર્કેટ ચોકમાં આજે 11:45 વાગ્યાના અરસામાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. ટ્રાફિક પોલીસની હાજરી ન હોવાથી આડેધડ રીક્ષા સહિતના વાહનો પાર્ક કરવામાં આવ્યા હોય જેના કારણે અહીં અવ્યવસ્થા સર્જાઈ છે. હાલ અહીંથી પસાર થતા અનેક વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.