મોરબી : મોરબી માળીયા ઉપર આવેલા ટીબંડી ગામથી સાદુંળકા ગામ સુધી આજે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આથી વાહન વ્યહવાર ઠપ્પ થઈ ગયો હતો. જેથી બન્ને બાજુએ વાહનોના થપ્પા લાગ્યા હતા. આ ટ્રાફિકજામમાં ફસાવાથી અનેક લોકો અટવાયા હતા અને ખાસ્સો સમય વાહન વ્યહવાર ઠપ્પ રહેતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.