મોરબી : મોરબીના લાલપરથી લખધીરપુરના નાકા સુધી આજે સવારથી ભારે ટ્રાફિક જામ હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા અહીં સફાઈ કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ભારે ટ્રાફિક જામથી રોડ ઉપર વાહનોની લાંબી કતારો જામી છે અને વાહનચાલકો અકળાઈ ઉઠ્યા છે.