મોરબી : મોરબીમાં આજે જાણે ટ્રાફિકથી પીડાવાનો દિવસ હોય તેમ સાંજે પણ શનાળા ચોકડી પાસે છેલ્લા 2 કલાકથી ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. રાજકોટ - મોરબી હાઇવે પર દલવાડી સર્કલથી લઈને વિરપર સુધી વાહનોની કતારો જામી છે. જેના કારણે વાહનચાલકો અકળાઈ ઉઠ્યા છે. આવતીકાલે અમિત શાહ મોરબી આવી રહ્યા છે. ત્યારે શનાળા પાસે બમ્પ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે આ ટ્રાફિકજામ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.