મોરબી : મોરબી-નવલખી હાઈવે પર પીપળીયા ચાર રસ્તા પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. પીપળીયા ચાર રસ્તા પરથી કચ્છ, જામનગર, મોરબી અને નવલખી જવા માટે કલાકોથી વાહનચાલકો ફસાયા છે. જો કે ટ્રાફિકજામ સર્જાયો હોવા છતાં એકપણ પોલીસ કર્મી કે ટ્રાફિક ક્લિયર કરાવવા સ્ટાફ હાજર ન હોય વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી જિલ્લા કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરીને ઉચ્ચ અધિકારીઓને આ સમસ્યા અંગે જાણકારી આપવામાં આવી છે.