શનિવારના કારણે ગણેશ મહોત્સવમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી, લીલાપર રોડ પર પગપાળા ચાલવું પણ બન્યું મુશ્કેલમોરબી : મોરબીમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. તેવામાં આજે શનિવાર હોવાથી મોટાભાગના લોકો ગણપતિના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. લીલાપર કેનાલ રોડ પર 2 થી 3 ગણપતિ બિરાજમાન છે, જેમાં સિદ્ધિવિનાયક રાજા અને મયૂરનગરી કા રાજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘૂનડા રોડ પર પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનોના કારણે લીલાપર રોડ અને રવાપર ચોકડી ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. લીલાપર રોડ પર એટલો બધો ટ્રાફિક છે કે ચાલીને પણ જઈ શકાય તેવી સ્થિતિ નથી.#Morbi #MorbiUpdate #GaneshMahotsav #TrafficJam #LeelaparRoad #RavaparChokdi #MorbiNews