મોરબી : મોરબી નજીક માળિયા ફાટકથી ભરતનગર વચ્ચે આજે સાંજના સમયે ભારે ટ્રાફિક સર્જાયો છે. મોટી સંખ્યામાં વાહનો લાંબા સમયથી અહીં અટયાવા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે મોરબી નજીકના વિસ્તારોના ટ્રાફિક સમસ્યા રોજિંદી બની રહી છે. તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.