મોરબી : હવામાન વિભાગે તા.19 અને 20 માર્ચના રોજ મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ભારે કમોસમી વરસાદની આગાહી કરી હતી.જે આગાહી મુજબ રાજકોટમાં પોણા ચાર વાગ્યાથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાનું ચાલુ છે.બીજી તરફ મોરબીમાં પણ હાલમાં ભારે પવન સાથે વાવઝોડાએ તરખાટ માચાવ્યો છે અને વરસાદી છાંટા પણ વરસી રહ્યા હોય ગાજવીજ સાથે ભારે વરસાદની શકયતા જોવાઇ રહી છે.