વેધરમેન ઉત્તમ માળીની આગાહી મુજબ રવિવાર સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ છવાશે; 31 જુલાઈથી મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં જળબંબાકારની શક્યતામોરબી : હાલના હવામાન પરિબળો અને વિવિધ મોડલના ટ્રેન્ડ મુજબ મધ્ય ભારત પર સક્રિય ડીપ ડિપ્રેશન આગામી દિવસોમાં ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે. વેધરમેન ઉત્તમ માળીની આગાહી મુજબ, હાલમાં સિસ્ટમનો મુખ્ય ટ્રેક મધ્યપ્રદેશના ઈન્દોર વિસ્તારથી મધ્ય ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાત તરફ રહેવાની શક્યતા છે. આ સિસ્ટમની ગતિ ઝડપી હોવાથી ભારે વરસાદનો રાઉન્ડ લાંબો નહીં ચાલે, પરંતુ જ્યાં વરસાદ પડશે ત્યાં ટૂંકા સમયમાં સારો વરસાદ નોંધાઈ શકે છે.મોરબી અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ31 જુલાઈ બપોર બાદથી પૂર્વ કચ્છ તેમજ ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદી પ્રવૃત્તિ શરૂ થવાની સંભાવના છે. ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદના રાઉન્ડ શરૂ થશે. 31 જુલાઈ રાત્રિથી 1 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદની શક્યતા31 જુલાઈ રાત્રિથી 1 ઓગસ્ટના કચ્છના મોટા ભાગના વિસ્તારમાં ભારે, જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા અને ખાવડા આસપાસના વિસ્તારોમાં વધુ સારા વરસાદની શક્યતા રહેશે. 31 જુલાઈની રાત્રિથી 1 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર પર આશરે 3 કિમી ઊંચાઈએ સ્થાનિક ટ્રફ અથવા માઈક્રો ક્લાઈમેટિક સર્ક્યુલેશન (Micro Climatic Circulation) સર્જાવાની સંભાવના છે. સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધતી વખતે તેમાં વળાંક આવવાથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધી શકે છે, જેના કારણે દ્વારકા, જામનગર, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં અપેક્ષા કરતાં વધુ સારો વરસાદ મળી શકે છે.2 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટશે2 ઓગસ્ટ બાદ સિસ્ટમ આગળ વધી જતાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની સંભાવના છે. જોકે, કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે.31 જુલાઈ થી 3 ઓગસ્ટ દરમિયાન અંદાજિત આટલો વરસાદ પડી શકે મોરબી - સુરેન્દ્રનગર - બોટાદ: અંદાજે 100 થી 200 મીમી (4 થી 8 ઇંચ), સ્થાનિક રીતે વધુ પડી શકે.પૂર્વ કચ્છ (રાપર, ભચાઉ, ગાંધીધામ): અંદાજે 150 થી 200 મીમી (6 થી 10 ઇંચ).મધ્ય અને ઉત્તર કચ્છ (ભુજ, નખત્રાણા, ખાવડા): અંદાજે 75 થી 150 મીમી (3 થી 6 ઇંચ).ભાવનગર - અમરેલી: અંદાજે 80 થી 150 મીમી (3 થી 6 ઇંચ).જામનગર - દ્વારકા - પોરબંદર - જુનાગઢ: સામાન્ય રીતે 60 થી 150 મીમી (2.5 થી 6 ઇંચ).#MorbiUpdate #WeatherUpdate #Morbi #GujaratRain #Saurashtra #Kutch #MonsoonForecast #RainAlert #UttamMali