વાંકાનેર : વાંકાનેર આજે વહેલી સવારે અઢી વાગ્યાથી વાંકાનેરમાં વરસાદ શરૂ થયો છે જેમાં ખાસ કરીને ખેરવા કણકોટ પંથકમાં ભારે વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે અને આશોઇ નદીમાં પુર આવ્યું છે. જેમની ખેડૂતો કાગ નજરે રાહ જોઈ રહ્યા હતા તે મેહુલ્યો આખરે આજે વહેલી સવારે અઢી વાગ્યાની આસપાસ મન મૂકીને વાંકાનેરમાં વરસવાનુ શરૂ કર્યું છે, જે હજુ સુધી ચાલુ છે. અમુક જગ્યાએ વહેલી સવારે સારુંએવું ઝાપટું પડી ગયું અને પછી ઝરમર-ઝરમર વરસાદ ચાલુ છે. જ્યારે સીંધાવદર ખીજડીયા કણકોટ ખેરવા પીપરડી ખખાણા વિગેરે ગામોમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અત્યાર સુધીમા 5 ઇંચ જેટલો વરસાદ પડ્યાની માહિતી મળી છે. આસો નદી બે કાંઠે વહી રહી ના સમાચાર મળી રહ્યા છે. આ વર્ષની પ્રથમ વખત નથી આવતા આ તમામ ગામના લોકો નદી જોવા માટે નદી કાંઠે ઉમટી પડ્યા હતા. નદીના કાંઠે આવતા ગામોના લોકોને અપીલ કરવામાં આવે છે કે સિંધાવદર પાસે આસો નદી બે કાંઠે આવી ગઈ છે જેથી નીચેના ગામ જેવા કે પાંચદ્વારકા તીથવા રાતીદેવડી વાકિયા પંચાસીયા રાણેકપર વગેરે ગામના લોકોએ નદીકાંઠે અવરજવર કરવી નહીં અને ચાવચેત રહેવું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne