ટંકારા : ટંકારા નગર ઉપરાંત આજુબાજુના ગામડાઓમાં બપોરે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અનેક ગામોમાં જોરદાર વરસાદી ઝાપટા પડયાના વાવડ મળી રહ્યા છે. મિતાણા સહિતના ગામોમાં તો રોડ ઉપરથી પાણી વહેતા થઈ ગયા છે. લાંબા વિરામ બાદ અંતે જન્માષ્ટમીના પાવન પર્વે મેઘરાજાએ હેત વરસાવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.