મોરબી અપડેટ : મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 3 દિવસ માટે રાજ્ય સરકાર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.તંત્ર દ્વારા લેવાયેલા મુખ્ય પગલાં:- રેવેન્યુ, પોલીસ, પંચાયત અને અન્ય તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સંકલન મીટીંગ યોજવામાં આવી છે.- દરેક તાલુકામાં ક્લાસ 1 અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને આગામી 3 દિવસ પોતાના સંબંધિત તાલુકામાં જ ફરજિયાત હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી છે.- નીચાણવાળા વિસ્તારો માટે શેલ્ટર હોમની તૈયારીઓ અને પાણી ફરી વળતા હોય તેવા રસ્તાઓ પર નજર રાખવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.- રેસ્ક્યુ કામગીરી માટે હાલ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં 1 SDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જો અન્ય વિસ્તારોમાં જરૂરિયાત જણાશે તો તાત્કાલિક NDRF અથવા SDRF ની વધુ ટીમો ફાળવવામાં આવશે.- શાળા-કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવા અંગે કલેકટરે જણાવ્યું હતું કે, આવતીકાલે સવારની વરસાદની સ્થિતિ જોયા બાદ જો જરૂર જણાશે તો આવતીકાલે બપોર સુધીમાં તે અંગે નિર્ણય લઈ લોકોને માહિતગાર કરવામાં આવશે. હાલ પૂરતી કોઈ રજા જાહેર કરાઈ નથી.મોરબીવાસીઓને કલેકટર સ્વપ્નિલ ખરેની ખાસ અપીલ:- શક્ય હોય ત્યાં સુધી કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું.- રસ્તા પરથી વરસાદી પાણી વહેતું હોય (ભલે તે 3 થી 4 ઇંચ જ કેમ ન હોય) તો તેવા રસ્તાઓ પરથી વાહન કે અન્ય કોઈ રીતે પસાર થવાનું ટાળવું, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.- માલધારીઓ અને પશુપાલકોને અપીલ છે કે હાલના સંજોગોમાં પશુઓને બાંધી રાખવાને બદલે ખુલ્લા રાખવા, જેથી પાણી ભરાવવાની સ્થિતિમાં પશુઓ પોતાનો બચાવ કરી શકે.- આપત્તિના આ સમયે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીમાં લોકો સંપૂર્ણ સહકાર આપે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCollector #SwapnilKhare #HeavyRain #RedAlert #GujaratRain #Monsoon #SDRF #DisasterManagement