માત્ર 1 જ દિવસના અવિરત વરસાદને પગલે માટેલિયો ધરો છલકાયો: ચોમેર જળબંબાકારની સ્થિતિવાંકાનેર : મોરબી જિલ્લા અને વાંકાનેર પંથકમાં મેઘરાજાએ ભારે મહેર કરતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અવિરત વરસાદના કારણે વાંકાનેર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલ ખાતે માત્ર 1 જ દિવસના ભારે વરસાદમાં પ્રખ્યાત માટેલિયો ધરો ઓવરફ્લો થઈ ગયો છે.વાંકાનેર તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે માટેલિયા ધરામાં નવા નીરની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે. ધરો ઓવરફ્લો થતા પાણીના ધસમસતા પ્રવાહને કારણે આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધરો છલકાવાના કારણે રસ્તાઓ અને આસપાસની દુકાનો પાસે પણ પાણી ફરી વળ્યા છે. ખોડિયાર માતાજીના પવિત્ર ધામ ખાતે માટેલિયો ધરો છલકાતા માઈભક્તોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #Matel #KhodiyarMataji #MatelioDharo #HeavyRain #Monsoon