ટંકારા : ટંકારા તાલુકાના રાજકોટ તરફના ગામોમાં આજે બપોરે જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. મિતાણા, નેકનામ, હમીરપર, વિરવાવ, ભૂતકોટડા, હરબટીયાળી સહિતના ગામોમાં આજે બપોર બાદ સારો વરસાદ પડ્યો છે. જેને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.