મોરબી : મોરબીમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે રાત્રીના 11:30 વાગ્યાના અરસામાં મેઘરાજાએ દે ધનાધન શરૂ કર્યું છે. વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાણી વહેતા થઈ ગયા છે. આ વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરતાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ આજુબાજુના ગામોમાં ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે. #Morbi #MorbiUpdate #MorbiRain #Monsoon2026 #GujaratRain #MorbiNews #WeatherUpdate