ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યોટંકારા : ટંકારા તાલુકામાં બપોર બાદ ભારે પવન સાથે અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી હતી. બપોર બાદ ટંકારા તાલુકામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. માવઠાની આગાહીને પગલે ટંકારા તાલુકામાં આજે 7 મેના રોજ ગાજવીજ વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યાએ કરા સાથે પણ વરસાદ વરસ્યો હતો.ટંકારા તાલુકાના નાના ખીજડીયા, સાવડી અને બંગાવડી ગામે કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓમાં પાણી ભરાય ગયા હતા. આ તરફ ઓટાળા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. મોટા ખીજડીયા ગામે વરસાદ પડતાં એક વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું હતું. જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. જેથી પ્રશાસન દ્વારા કામગીરી કરીને રસ્તો ખુલ્લો કરાયો હતો. ઘુનડા (ખા.) ગામે પણ વરસાદ અને પવનના કારણે વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું.