મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ યુનિયન બેંકના એ.ટી.એમ.માં તસ્કરોએ ખાતર પાડ્યું, પોલીસમાં દોડધામ મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ એ.ટી.એમ.માં તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને યુનીયન બેન્કનું એટીએમ તોડી તસ્કરો રૂપીયા ૧૫,૭૦ લાખની ચોરી કરી ગયાનું બહાર આવતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે. હાલ તાલુકા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ આદર્યો છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલ સેવેન સેરા મોલમાં દુકાન નંબર-૪૭ માં આવેલ યુનીયન બેન્કનું એટીએમમાં તારીખ-૧૬ ના રોજ બપોરના બે વાગ્યાથી તારીખ-૧૭ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યા દરમ્યાન કોઇપણ વખતે તસ્કરો ત્રાટકયા હતા અને એટીએમની નાણાની તીજોરી તોડી એટીએમમાં નુકશાન કરી તેમા રહેલ રૂપીયા ૧૫,૭૦,૫૦૦ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હતા. આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ચોરીના બનાવ અંગે હાલ ફરિયાદ નોંધી હતી.જેમાં આ બૅંકના કર્મચારી સંજયભાઇ વિનોદભાઇ રાજપુરાએ અજાણ્યા શખ્સો સામે એટીએમમાં તોડફોડ કરી મોટો દલ્લો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા માટે તપાસ હાથ ધરી છે. જો કે એટીએમમાં તોડફોડ કરી મોટો દલ્લો ચોરીની ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર મચી ગઇ છે. આ બનાવ અંગે ડીવાયએસપી એચ.એન.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એમ.આર.ગોઢાણીયા સહિતની પોલીસની ટીમો સઘન તપાસ ચાલવી રહી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..