મોરબી : મોરબીમાં આજે અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા તેજ પવનને કારણે અનેક સિરામિક એકમોમાં નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. મોરબીના લાલપર નજીક આવેલી ઓરબીટ સિરામિક નામની ફેક્ટરીમાં પવનના પ્રચંડ વેગને કારણે શેડના પતરા હવામાં ફંગોળાયા હતા. વાવાઝોડા જેવા ફૂંકાયેલા પવનને લીધે કારખાનાના શેડનો મોટો હિસ્સો ઉખડી ગયો હતો, જેના કારણે પ્લાન્ટમાં ભારે આર્થિક નુકસાન થવા પામ્યું છે. સદનસીબે, પતરા ઉડવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે શ્રમિકોને ઈજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં પવનના કારણે અનેક ઠેકાણે હોર્ડિંગ્સ અને શેડ ઉડવાની ઘટનાઓથી ઉદ્યોગકારોમાં ચિંતા જોવા મળી રહી છે.#Morbi #MorbiUpdate #CeramicCity #WindDamage #Lalpar #OrbitCeramic #GujaratWeather #BreakingNews #IndustrialLoss