શનાળા માર્કેટિંગ યાર્ડના શેડમાં થયેલ ચોરી મામલે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી જિલ્લાને ધમરોળતી તસ્કર ટોળકી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે નવતર પ્રકારની ચોરીમાં મોરબી માર્કેટિંગ યાર્ડમાંથી તસ્કરો વેપારીનું 4 લાખનું જીરું ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જીરું ચોરીના બનાવ અંગે મોરબી શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા અને નીચી માંડલ ગામે રહેતા રમેશભાઇ ચુનિલાલ દેત્રોજાએ અજાણ્યા આરોપીઓ માર્કેટયાર્ડમા જીરૂના શેડમા રાખેલ જીરૂના કોથળા નંગ-39માં રાખેલ 117 મણ જીરું જેની કિંમત રૂપિયા 4 લાખ વાળુ તા.30ના રોજ ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુન્હો નોંધી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.