મોરબી : મોરબીમાં રાત્રી કરફ્યુ દરમિયાન ગાંધીચોકમાં ગાંઠિયાની દુકાન ચાલુ રાખનાર બે વેપારી પોલીસની ઝપટે ચડી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકાના ગેટ સામે ગાંધીચોકમાં મનીષ વેલજીભાઈ જાદવ અને મોહનભાઇ મણિલાલ મકવાણાએ રાત્રી કરફ્યુ ચાલુ હોવા છતાં ગાંઠિયા વેચવા દુકાન ચાલુ રાખતા પોલીસે બન્ને વેપારીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી.