ડ્રાઇવરને નાની-મોટી ઇજા : જાનહાની ટળી ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારાના હરબટિયાળી નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં ડ્રાઇવરને નાની મોટી ઇજાઓ થઈ હતી અને સદભાગ્યે જાનહાની ટળી હતી. રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારાના હરબટિયાળી ગામ નજીક બપોરે સાડા બારેક વાગ્યાના સુમારે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે ટંકારા પોલીસ ત્યાં દોડી ગઇ હતી. ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા લાઈટના થાંભલાને નુકસાન થયું હતું. જો કે જીવંત વીજ વાયર ટેન્કરને અડે તો ભંયકર સ્થિતિ સર્જાવાની દહેશત વચ્ચે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.