મોરબી : મોરબી અને રાજકોટ જિલ્લામાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. હવામાન વિશ્લેષક રમેશ બસિયા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેશે.વિસ્તાર મુજબ તાપમાનની વિગતરાજકોટ અને મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગરમીની તીવ્રતા અલગ-અલગ જોવા મળશે:● રાજકોટ વિસ્તાર: રાજકોટના કણકોટ, કુવાડવા અને સરધાર જેવા વિસ્તારોમાં મોટાભાગના દિવસોમાં તાપમાન 43 ડિગ્રી રહેશે, જ્યારે અમુક દિવસોમાં પારો 44 ડિગ્રીને આંબી જશે.● મોરબી વિસ્તાર: મોરબીના હળવદ અને સુરેન્દ્રનગર તરફના સરહદી વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે. જ્યારે ટંકારા અને વાંકાનેરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.● દરિયાકાંઠાના વિસ્તારો: આમરણ અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન 41 કે 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની ગતિ અને દિશાઆગાહીના સમયગાળા દરમિયાન હવામાન મુખ્યત્વે સૂકું રહેશે અને આકાશ સ્વચ્છ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી.● પવનની દિશા: પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે.● 10 થી 12 મે: પવનની ઝડપ સામાન્ય રહેશે.● 13 થી 15 મે: પવનની ઝડપમાં વધારો થશે. આ દિવસો દરમિયાન પવનની ગતિ 20 થી 25 km/h રહેશે અને ઝટકાના પવન 35 km/h સુધી પહોંચી શકે છે.સમુદ્રમાં હલચલ અને લો-પ્રેસરની શક્યતાહાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સક્રિય જણાય રહ્યા છે. હવામાનની સ્થિતિ જોતા 12 મે ના રોજ બંગાળની ખાડીમાં લો-પ્રેસર બને તેવી પ્રબળ શક્યતા છે.-રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)#MorbiUpdate #WeatherUpdate #GujaratWeather #Heatwave #Morbi #Rajkot #WeatherForecast #Summer2026 #Tankara #Wankaner #Halvad