ખજૂરા હોટલ નજીક લૂંટની ઘટના બાદ સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરાઈ ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક સાંજના પાંચેક વાગ્યાના અરસામાં લાખો રૂપિયાની લૂંટ થઇ હોવાની ઘટના બનતા હાલમાં સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ભોગ બનનાર આસામી જીએસટીના કારોબાર સાથે સંકળાયેલ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલી ખજૂરા હોટલ પાસે લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જો કે, સત્તાવાર રીતે હજુ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ લાખો રૂપિયાની લૂંટનો મામલો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ લૂંટની આ ઘટનામાં જીએસટીનો વહીવટ કરતા એક આસામીની કારને આંતરી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પણ સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.હાલ મોરબી જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.