વિડિયોગ્રાફી વગર અને પ્રશ્નો રજૂ કરવાનો સમય આપ્યા વગર માત્ર 2 મિનિટમાં સભા આટોપી લેવાના આક્ષેપ સાથે 6 સભ્યોએ સભા રદ કરવાની કરી હતી માંગવાંકાનેર : વાંકાનેર પાલિકાની સાધારણસભામાં નિયમોનુસાર કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે તે સાધારણ સભાની કાર્યવાહી રદ કરવાની માંગ સાથે 6 સભ્યોએ પ્રાદેશિક કમિશનરને રજુઆત કરતા તેઓએ 20મીએ સુનાવણી રાખી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર નગરપાલિકાની તા.08/04/2025ની સાધારણ સભામાં વિડિઓગ્રાફી કર્યા વગર અને સદસ્યોને વાંકાનેર શહેરના પ્રશ્નો બાબતે રજૂઆત કરવાનો સમય આપ્યા વગર ફક્ત 2 મીનીટમાં આટોપાયેલી હોવાનું જણાવી આ સાધારણ સભાની કાર્યવાહી વિરુદ્ધ મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડ, જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણ, એકતાબેન હસમુખભાઈ ઝાલા, અશરફભાઈ અનવરભાઈ ચૌહાણ, કુસુમબેન રજાકભાઈ તરીયા, જલ્પાબેન ભરતભાઈ સુરેલા દ્વારા પ્રાદેશિક કમિશ્નર - નગરપાલિકાઓ રાજકોટ ઝોનને રજુઆત કરાઈ હતી. જેને પગલે કાર્યવાહી રદ્દ કરવા બાબતે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ રાજકોટ ઝોન દ્વારા કલમ - 258 હેઠળ ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખને નોટિસ આપી તા.20મીએ સુનાવણીમાં પુરાવા સાથે હાજર રહેવા જણાવ્યું છે.