ખાણી-પીણીના ધંધાર્થીઓ ખુલ્લી કેનાલમાં કચરો નાખતા હોવાની રાવ મોરબી : મોરબીમાં રવાપર ચોકડી પાસે ખાણી-પીણીના વેપારીઓ કેનાલમાં કચરો નાખતા હોવાથી ત્યાં કચરાના ઢગલા ખડકાયા છે. ત્યારે આ મામલે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી જણાવ્યું છે કે રવાપર ચોકડીએ કોહીનુર કોમ્પ્લેક્ષ સામે કેનાલમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. અહીં સામે ખાણી-પીણીની દુકાનો આવેલી છે. તેઓ દ્વારા પેપર ડિશ સહિતનુ વેસ્ટ ખુલ્લી કેનાલમાં નાખવામાં આવે છે. જેથી અહીં ગંદકી ફેલાય છે. મહાપાલિકા દ્વારા ગંદકી ફેલાવતા આ દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.