19 ફેબ્રુઆરી : આજે સોઇલ હેલ્થ કાર્ડ દિવસ - ગુજરાત આ અનોખી યોજના અમલમાં મૂકનારું પ્રથમ રાજ્યમોરબી : સોઇલ હેલ્થ કાર્ડ (SHC) યોજના અને તેના ફાયદાઓ વિશે જાગરૂકતા લાવવા માટે ભારત દર વર્ષે 19 ફેબ્રુઆરીએ સોઇલ હેલ્થ કાર્ડ દિવસની ઉજવણી કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં સદૈવ અગ્રેસર રહેલું ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. ‘સ્વસ્થ ધરા, ખેત હરા’ના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ (SHC) યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ગુજરાત સોઇલ હેલ્થ કાર્ડ જેવી નવતર યોજના અમલમાં મૂકનારું પ્રથમ રાજ્યરાજ્યનો સર્વાંગી કૃષિ વિકાસ ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે અને એટલે જ ખેતીયોગ્ય જમીનની યોગ્ય રીતે જાળવણી કરવા અને તેને ઉજ્જડ બનતી અટકાવવા માટે એક નવતર અભિગમના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003-04માં ‘સોઇલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું.શું છે સોઇલ હેલ્થ કાર્ડ?સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ, ખેતીલાયક જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ધારિત પદ્ધતિ અનુસાર ખેડૂતોના ખેતરમાંથી જમીનના નમૂનાઓ લેવામાં આવે છે અને પૃથ્થકરણ માટે તેમને જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. ત્યાં નમૂનાનું પૃથ્થકરણ કરીને, સોફ્ટવેર આધારિત સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા વિવિધ પોષક તત્ત્વોની માત્રા દર્શાવે છે, જેમાં હાલ કુલ 12 તત્વો (N, P, K, pH, EC, Fe, Cu, Zn, OC, S, B, Mn) નું પ્રમાણ દર્શાવવામાં આવે છે. જેને આધારે ખેડૂતોને કયા પ્રકારના ખાતર અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, તેની વૈજ્ઞાનિક ભલામણ સોઇલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે મળી શકે છે. આ પ્રક્રિયાથી બિનજરૂરી કેમિકલયુક્ત ખાતરોના અતિશય ઉપયોગ ઘટે છે, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં સહાય મળે છે.છેલ્લા એક દાયકામાં આ યોજનાને કારણે ખેડૂતો તેમની જમીનમાં રહેલી મુખ્ય ખામીઓથી વાકેફ થયા છે અને સાથે જ સૂક્ષ્મ પોષકતત્વો ધરાવતા ખાતરોનો ઉપયોગ પણ વધાર્યો છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં, જમીનની ફળદ્રુપતા જાળવવા, ઉત્પાદકતા વધારવા અને તેમની જમીનને અનુરૂપ પાક ઉગાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ઇનપુટ ખર્ચ ઘટાડે છે, આર્થિક વળતરમાં વધારો કરે છે અને ખેતી પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપે છે.