મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવ - 2020 અંતર્ગત મોરબીની મહિલાઓ માટે વિનામૂલ્યે હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં બાળકો અને યુવાનો ફાસ્ટફૂડ અને જંકફૂડ આરોગી આરોગ્યને નુકશાન પહોંચાડી રહ્યા છે. શુદ્ધ અને સાત્વિક આહાર લોકોના આરોગ્યને સદાય તંદુરસ્ત રાખે છે. તેથી, લોકોમાં જાગૃતિ લાવવા માટે શુદ્ધ અને સાત્વિક આરોગવા અંગે જાગૃતિ લાવવા માટે શુદ્ધ, સાત્વિક અને વિટામિનયુક્ત વસ્તુઓથી બનેલી વાનગી માટે મોરબી યુવા જ્ઞાનોત્સવ - 2020 અંતર્ગત હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની કોઈપણ મહલાઓ વિનામૂલ્યે ભાગ લઇ શકશે. હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું આયોજન આગામી તા. 12 જાન્યુઆરીના રોજ સવારે 9થી 11-30 સુધી પટેલ સમાજ વાડી શનાળા ખાતે કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે અથવા એન્ટ્રી રજિસ્ટ્રેશન માટે કાજલબેન ચંડીભમર (98254 88733) તથા ધરતીબેન બરાસરા (98259 41704)નો સંપર્ક કરવાનો રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે અંતિમ તારીખ 5 જાન્યુઆરી, 2020 રહેશે.