મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનો આદેશ: ડિજિટલ સુરક્ષાને ધ્યાને રાખીને પ્રાઇવેટ ફોનમાં સરકારી કામની નવી એપ ડાઉનલોડ ન કરવા તાકીદમોરબી અપડેટ : પોતાના અંગત અને ખાનગી મોબાઇલમાં સરકારી કામગીરી માટે નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા સામે આરોગ્ય કર્મચારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા તમામ કર્મચારીઓને આ એપ ડાઉનલોડ ન કરવા અને તેમાં ડેટા એન્ટ્રી ન કરવા માટે સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સરકારી કામ અર્થે ખાનગી મોબાઇલમાં નવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાના મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ 'રાઇટ ટુ પ્રાઇવસી' (ગોપનીયતાના અધિકાર) ના ભંગનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્ય સરકારમાં વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. આ સંદર્ભે ગત તારીખ 01-08-2026 ના રોજ 34 જિલ્લાના પ્રતિનિધિઓની ગુગલ વિડીયો કોન્ફરન્સ દ્વારા એક કારોબારી સભા યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો કે જ્યાં સુધી આ સમસ્યાનું કોઈ નક્કર નિરાકરણ ન આવે ત્યાં સુધી ડિજિટલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈપણ કર્મચારીએ પોતાના અંગત મોબાઇલમાં આવી એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં.રાજ્ય મહાસંઘના આ ઠરાવના પગલે, મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ અરવિંદ પરમાર અને મહામંત્રી જસવંત ચાવડા દ્વારા તારીખ 03-08-2026 ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશમાં મોરબી જિલ્લાના તમામ એમ.પી.એચ.ડબલ્યુ., એફ.એચ.ડબલ્યુ., અને સુપરવાઇઝરોને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, તેઓએ પોતાના ખાનગી ફોનમાં આવી કોઈપણ સરકારી એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં અને જો અગાઉથી કરેલ હોય તો તેમાં કોઈ ડેટા એન્ટ્રી કરવી નહીં. મંડળ દ્વારા આ આદેશનો ચુસ્તપણે અમલ કરવા જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓને તાકીદ કરવામાં આવી છે. #MorbiUpdate #MorbiNews #HealthWorkers #RightToPrivacy #MorbiDistrictPanchayat #AppBoycott #GujaratHealthFederation #DigitalSecurity #Morbi