સગર્ભા અને નવજાત શિશુઓની સુરક્ષા માટે તબીબોનું પ્રેરણાદાયી સમર્પણ: કોઠી અને ઢુવા PHCની ટીમ દ્વારા સરાહનીય કામગીરીમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રના કર્મચારીઓ અવિરત સેવારત બન્યા છે. સતત વરસી રહેલા અતિભારે વરસાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તબીબો અને આરોગ્ય સ્ટાફ માતા અને બાળકની સુરક્ષા માટે એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યા છે.વરસાદી માહોલ વચ્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાની સફળ અને સુરક્ષિત ડિલિવરી કરાવી માતા અને નવજાત શિશુને નવજીવન આપવામાં આવ્યું હતું. રસ્તાઓ બંધ હોવા છતાં અને પરિવહનની મુશ્કેલીઓ વચ્ચે પણ કોઠી PHCના ડોક્ટરની ટીમે વિવિધ વિસ્તારોમાં જઈને ગર્ભવતી મહિલાઓની ઘર-મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સંસ્થાકીય પ્રસૂતિ માટે પરિવારજનોનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું.બીજી તરફ, માટેલ ગામે અતિ જોખમી પ્રસૂતિ (High-Risk PNC) ધરાવતી માતાની સ્થિતિ ગંભીર જણાતાં ઢુવા PHCના ડોક્ટરની ટીમ રૂબરૂ પહોંચી હતી અને તબીબી તપાસ કરી જરૂરી સારવાર તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વરસાદી આપત્તિ વચ્ચે પણ એકપણ સગર્ભા કે બાળક આરોગ્ય સેવાથી વંચિત ન રહે તે માટે આશા બહેનો, એ.એન.એમ. અને મેડિકલ ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છેમ#Morbi #MorbiUpdate #MorbiNews #HealthDepartment #Monsoon2026 #HeavyRain #Doctors #Healthcare #GujaratRains