સી.ડી.એચ.ઓ. સ્ટાફની નિયુક્તિ કરવાનુ ભુલી ગયા : અધિકારીઓ બચાવની ભૂમિકામાં ટંકારા : વૈશ્વિક મહામારી કોરોનાને કંટ્રોલ કરવા દેશ આખામા લોકડાઉન છે સાથે રાજકોટ જીલ્લામા નોધાયેલ કેસોને જોતા મોરબી શહેરમા અનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ ન કરે એ માટે જીલ્લા કલેકટર દ્વારા ગઈકાલે રાત્રીના 10 વાગ્યેથી તારિખ 20/4 સુધી રાજકોટ - મોરબી રોડ પર ટંકારાની લજાઈ ચોકડી પાસે મામલતદાર સ્ટાફ, તાલુકા પંચાયત સ્ટાફ, પોલીસ સ્ટાફ અને આરોગ્ય વિભાગના સ્ટાફને ચેક પોસ્ટનો આદેશ આપ્યો હતો ત્યારે રાત્રે લગત વિભાગની આરોગ્ય ટિમને બાદ કરતાં તમામ ચેકપોસ્ટ પર ચેકીંગ હાથ ધર્યું છે. આરોગ્ય વિભાગના સી.ડી.એચ.ઓ.એ કરેલ હુકમ બાદ ચેક પોસ્ટ માટે કોઈ ડોક્ટરની નિયુક્તિ ન કરતા ગંભીર બેદરકારી સામે આવી છે હાલ તો ચેકપોસ્ટ પરથી નિકળતા તમામ વાહન ચાલકોને શહેરમા આરોગ્ય ચકાસણી વગર મોકલવામાં આવ્યા છે આ અંગે જીલ્લા આરોગ્ય અધિકારી ડો કતિરાનો સંપર્ક કરતા તેઓએ બચાવ કર્યો હતો અને કદાચ આ અમલવારી 17 તારીખ થી કરવાનુ હોવાનુ સમજ્યાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામા એક માત્ર કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે અને આ આકડો વધે નહી એ માટે પોલીસ પ્રશાસન પરશેવો પાડી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગની આંખે વળગે એવી બેદરકારી સામે આવી છે