મોરબી : કોરોના વાઇરસને લઈને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે ત્યારે ભારતમાં સરકારી તંત્રના દરેક વિભાગ આરોગ્ય સંબધિત સેવામાં લાગી ગયા છે. જેના ભાગરૂપે આજે મોરબી સબ જેલમાં સરકારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દરેક કેદીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું. મોરબી ખાતે આવેલ સબ જેલના દરેક કેદીઓનું ટેમ્પરેચર આજે માપવામાં આવ્યું હતું. જેમાં તમામ કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના વાઇરસના પગલે સબ જેલના ૧૨૦ જેટલા કેદીઓએ પોતાની તપાસ કરાવી હતી. આ તકે સબ જેલના કર્મચારીઓ તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના ડો.સુમન પટેલ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.