મોરબી : હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે ચિત્રાધૂન મંડળ દ્વારા આરોગ્યવર્ધક ઊકાળાનુ વિતરણ ગઈકાલે તા. 6ને રવિવારના રોજ સત્યેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર્શનાર્થે આવતા લોકો તેમજ વટેમાર્ગુઓના આરોગ્ય અને રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તેવા શુભ આશયથી સવારના ૭:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી ગરમાગરમ ઊકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ ટી. સી. ફુલતરિયા અને સભ્યો પ્રાણજીવનભાઈ, મહાદેવભાઈ તથા વાઘજીભાઈ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ મંદિરના પુજારી ગૌતમભાઈ તથા તેમના કુટુંબના સભ્યોના સહકાર દ્વારા સફળ બન્યો હતો.