મોરબી : મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે 27 જાન્યુઆરીના રોજ સાંજે 5 થી 7 દરમ્યાન સ્થાનિક લાભાર્થીઓ માટે આરોગ્ય વિભાગના સહયોગથી જનરલ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.આ કેમ્પમાં આરોગ્ય વિભાગ તરફથી અર્બન હેલ્થ સેન્ટરના ડો. હાર્દિકભાઈ દેત્રોજ તથા ટીમ દ્વારા લાભાર્થીઓને તપાસી જરૂરી દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બીપી અને ડાયાબિટીસ પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, આશ્રય ગૃહના લાભાર્થીઓ માટે સરકાર વિભાગીય સૂચના મુજબ દર 15 દિવસે લાભાર્થીઓના આરોગ્ય ચકાસણી અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં આશ્રય ગૃહના લાભાર્થીઓ ઉપરાંત આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ નાગરિકો પણ લાભ લઈ શકે છે. આ કેમ્પમાં કુલ 56 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા આરોગ્ય વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા જહેમત ઉઠાવીને કેમ્પને સફળ બનાવ્યો હતો.