મોરબી : આરોગ્ય ખાતા દ્વારા વિદ્યાર્થીઓનું આરોગ્ય જળવાય રહે તે હેતુથી શાળાઓમાં જઈને શારીરિક તાપસ કરી હેલ્થ ચેકઅપ કરવામાં આવતું હોય છે. જેના સંદર્ભમાં આજે તા. 3 ડિસેમ્બરના રોજ નાની વાવડીમાં આરોગ્ય ખાતા દ્વારા સમજુબા વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધો. 1થી 12ના તમામ વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ શારીરિક તાપસ નિદાન અને ઉપચાર કરવામાં આવ્યા હતા. જે માટે શાળાના શિક્ષકો અને આરોગ્ય ખાતાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.