27 અને 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે અંતર્ગત જે.એ.પટેલ કોલેજમાં વિવિધ કાર્યક્રમ યોજાશેમોરબી : મોરબીની જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા 27 અને 28 ફેબ્રુઆરીએ ‘નેશનલ સાયન્સ ડે’ અંતર્ગત સાયન્સ ફોર સોસાયટી પ્રોગ્રામ હેઠળ એક સાયન્સ એકઝિબિશન, ફ્રી મેડિકલ હેલ્થ ચેક-અપ, આઇ ચેક-અપ કેમ્પ તથા ફૂડ પ્રોડક્ટસ, મિલ્ક ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ મહિલાઓ તથા વૃદ્ધો ભાગ લઈ શકશે.27 અને 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં 150 વિદ્યાર્થિનીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. સવારે 8 થી 12 અને બપોરે 2 થી 4 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં ખાદ્યપદાર્થ જેવા કે હળદર, ખાદ્યતેલ, ઘી, માખણ, ચા, મીઠાઇ, શરબત, હિંગ તેમજ દૂધની ગુણવત્તાની તપાસ જેમાં સ્ટાર્ચ પાઉડર, પાણી, સાબુ, પ્રિઝરવેટીવ, મિલ્ક પાઉડર, મીઠું, અનાજના લોટ વગેરે દ્વારા ભેળસેળ કરવામાં આવી છે, કે કેમ તેની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. તથા દૂધમાં હાજર બેક્ટેરિયાના પ્રમાણની તપાસ પણ કરી આપવામાં આવશે. અંતર્ગત દર્દીઓ માટે બેઝીક બ્લડ ટેસ્ટ (CBC) હિમોગ્લોબીન ટેસ્ટ, ડાયાબીટીસ માટેની સુગર ટેસ્ટ, બ્લડ-પ્રેશર ટેસ્ટ વગેરેની તપાસ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જેમાં આંખોને લગતી તપાસ જેમ કે આંખોના ચશ્માના નંબર, આંખને લગતી કોઈપણ બીમારી માટે તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.આ કાર્યક્રમ અંતર્ગત મુલાકાતીઓ અલગ-અલગ પ્રકારના બેક્ટેરીયા, ફૂગ, લીલ, પ્લાન્ટની આંતરિક રચનાનો માઇક્રોસ્કોપીક અભ્યાસ વિવિધ રાસાયણિક પદાર્થની ઓળખ તથા વિવિધ સાયન્ટિફીક ઇન્સ્ટ્રુમેન્ટની ઓળખ મેળવશે. જેમાં વિદ્યાર્થિનીઓ વિજ્ઞાનને લગતા અવનવા રિસર્ચ તેમજ રોજિંદા જીવનમાં વિજ્ઞાનને લગતા મોડલ તથા પોસ્ટર પ્રેઝન્ટ કરશે. જેમ કે કિચન કેમિસ્ટ્રી, ઊંઘનું વિજ્ઞાન, ઝીરો ગ્રેવીટી, વનસ્પતિ વચ્ચે થતી વાતચીતનું વિજ્ઞાન, હાઇડ્રોજન ગેસનું નિર્માણ, જંક ફૂડની ઘાતક અસરો, ઓર્ગનિક ખેતીનું વિજ્ઞાન વગેરે જેવા અનેક રોજ બરોજના જીવનને સ્પર્શતા વિજ્ઞાનના વિષયો પર વિશેષ જ્ઞાન વહેંચશે. વિવિધ કોલ્ડડ્રિંકસમાં રહેલ સુગર તથા Ph ની ચકાસણી તેમજ કોસ્મેટિકની કેમિકલ ટેસ્ટ કરવામાં આવશે તેમ કોલેજના પ્રિન્સિપાલ આરતી રોહન દ્વારા જણાવાયું હતું.