305 અગરીયાઓએ કેમ્પનો લાભ લીધો હળવદ : હળવદના ટીકર ગામે અગરીયા હિતરક્ષક મંચના સહયોગથી અગરીયાના હેલ્થ ચેકઅપ માટે મોબાઇલ હેલ્થ યુનિટ દ્ધારા ફ્રી રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો ૩૦૫ દર્દીઓએ લાભ લીધો હતો. હળવદના ટીકર ગામે મોબાઇલ હેલ્થ યુનિટ અને અગરીયા હિતરક્ષક મંચ દ્ધારા ફ્રિ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમા હાડકા, દાંત તેમજ આંખોના ૩૦૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમા ડો. અમીત પટેલ, દિવ્યેશ પટેલ, સુમન ફેફર સહિતના ડોક્ટરોએ હાજર રહીને દર્દીનુ ચેકઅપ હાથ ધરવામાં આવ્યુ હતુ. તેમજ મોરબી જીલ્લા અગરીયા હિતરક્ષકના મારુતભાઇ બારૈયાએ કેમ્પ માટે સહયોગ આપ્યો હતો.