મોરબી : મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કારમાં કર્મચારીઓ આરોગ્ય કેન્દ્રના કામકાજ અર્થે જતા હતા ત્યારે એક ટ્રક સાથે ઇકો કાર અથડાતા છ કર્મચારીઓને ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાની ઇકો ગાડી કારખાનામાં કર્મચારીઓના વેક્સીન માટે ગઈ હતી ત્યારે હાઈવે પર એક ટ્રકચાલકે ઇકોને ઠોકર મારતા ઇકો કારમાં સવાર 6 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર કે.કે.કાલરીયા, ફીએમ્લ હેલ્થ સુપરવાઈઝર મંજુલાબેન હિરાણી, ક્રિષ્નાબેન જાદવ (ફીમેલ હેલ્થવર્કર), જ્યોશ્નાબેન દેવમુરારી, મેલેરિયા સુપરવાઈઝર હિતેન્દ્રભાઈ ચોરાડા અને ફોગીંગ મજુર કપિલ ઝાલાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તમામને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જણાતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274