જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દ્વારા કેમ્પનો પ્રારંભ કરાવાયો : મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટ્યા હળવદ : મોરબી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા હળવદમાં જુદી જુદી બે જગ્યાઓ પર પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દ્વારા પ્રારંભ કરાવ્યો હતો પશુ આરોગ્ય સારવાર કેમ્પમાં ૩૫૦૦ થી વધુ પશુઓ ને રસીકરણ,કૃમિનાશક દવાઓ તેમજ સારવાર આપવામાં આવી હતી. હળવદ પંથકમાં વધુ વરસાદને કારણે મોટાભાગના પશુઓ બીમારીનો ભોગ બન્યા હતા જેને કારણે પશુપાલકો ચિંતામાં મુકાયા હતા પશુઓને સારવાર કરાવવા માટેની રજૂઆત પશુપાલકો દ્વારા મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલને કરવામાં આવી હતી જેથી જિલ્લા પંચાયત દ્વારા હળવદ સાથે જુદા-જુદા બે પશુ સારવાર કેમ્પનું તાત્કાલિક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના મોટાભાગના પશુપાલકોએ પોતાના પશુઓને નિશુલ્ક સારવાર કરાવી હતી. હળવદ ખાતે યોજાયેલ પશુ આરોગ્ય સારવાર કેમ્પમાં નાયબ પશુપાલન નીયામક ડૉ.ડી.એ.ભોરણીયા,ડૉ.વી.બી.એરવાડીયા,ડૉ.ષઘરાકીયા,ડૉ.હેમંત નગા,તેમજ પશુધન નિરીક્ષક વી.એમ.કૈલા,આઈ.પી.દલસાણીયા,એચ.જે.ઝાલરીયા સહિતનાઓની ટીમ દ્વારા પશુઓને ખરવા મોવાસા ની રસીકરણ તેમજ ઘેટા બકરા ને કૃમિનાશક દવાઓ આપવામાં આવી હતી આ પશુ આરોગ્ય સારવાર કેમ્પ માં ગાયો,ભેંસો તેમજ ઘેટા-બકરા સહિત ૩૫૦૦ થી વધુ પશુઓ ને સારવાર તેમજ નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી. નાયબ પશુપાલન નિયામક ડોક્ટર ભોરણીયાએ વધુમાં જણાવ્યું હતું કે હાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસીકરણ તેમજ સારવાર આપવામાં આવી રહી છે.