હળવદ : સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણીના ભાગરૂપે નિયામક, આયુષ-ગાંધીનગર, જિલ્લા વિકાસ અધિકારી, મોરબી તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત-મોરબીની સૂચના અને માર્ગદર્શન અનુસાર તાલુકા પંચાયત-હળવદ અને કૃષિ પોલીટેકનીક - હળવદ ખાતે પોષણ માસની ઉજવણી અંતર્ગત'મેદસ્વીતા મુક્ત ગુજરાત'ની થીમ અનુસાર કર્મચારીઓ માટે એક આરોગ્ય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.