હળવદ : હળવદમા સાડા ત્રણ કરોડની છેતરપીંડી આચરનાર શખ્સ છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો હોય અંતે એસઓજીની ટીમે આ શખ્સને અમદાવાદથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ પોલીસ મથકના સાડા ત્રણ કરોડની છેતરપીંડી કરવાના કેસમાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપી નવીનચંદ્ર રામચંદ્ર ઠક્કર ઉ.વ. ૫૭ રહે. વાસણા- અમદાવાદવાળાને મોરબી એસઓજીની ટીમે તેના રહેણાંક મકાનમાંથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.